વાપીનાં દાદરનગર હવેલીના અથોલા ગામે હોળી હળિયા ખાતે રહેતા બાબુ લીમજી પટેલ ખાતે આવેલ કંપનીમાં સહાય તરીકે નોકરી કરે છે.
તે સમયે લવાછા કેસગી ફળિયા જલારામ ટ્રેડસની સામે વાપીની સેલવાસ જતા રોડ ઉપર કોઈ અજાણ્યા વાહન ચાલકે તેમની સાયકલને ટક્કર મારી હતી. આ સાથે જ બાબુભાઈને માથાના ભાર્ગ તેમજ શરીરના ભાગે ગંભીર પ્રકારની ઇજા પહોંચી હતી. ઘટના બાદ તેમને ૧૦૮માં સેલવાસ વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે ડુંગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
