ગાંધીનગરનાં કલોલનાં હાઇવે ઉપર પ્રણવ આશ્રમ પાસે ફૂતપાત નીકળેલા અજાણ્યા વાહન ચાલકે અહીંથી રોડ ઓળંગી રહેલા વૃદ્ધને ટક્કર મારતા અકસ્માત થયો હતો જેમાં વૃદ્ધનું ગંભીર ઇજાઓના પગલે ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. બનાવની જાણ પોલીસને થતા પોલીસ દોડી ગઈ હતી અને લાશને પીએમ અર્થે ખસેડી અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.
મળતી વિગતો અનુસાર, કલોલના હાઇવે ઉપર મોડી રાત્રે પ્રણવ આશ્રમ પાસેથી એક વૃદ્ધ રોડ ઓળંગી રહ્યા હતા. ત્યારે મહેસાણા તરફથી પૂરપાટ નીકળેલા અજાણ્યા વાહન ચાલકે વૃદ્ધને ટક્કર મારી હતી આ અકસ્માતમાં વૃદ્ધને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેમનો ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. અકસ્માત કરીને વાહન ચાલક ફરાર થઈ ગયો હતો બનાવ અંગે પોલીસે અકસ્માત કરીને ફરાર થઈ ગયેલા અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ ધરી હતી.
