મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં ઈન્દુ બ્રીજ નજીક વ્યારા માંડવી રોડ ઉપર અજાણ્યા વાહન અડફેટે રાહદારીનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, વ્યારાનાં તાડકુવા ગામનાં કિરણભાઈ રઘુભાઈ ઢોડીયા (ઉ.વ.૩૫)નાઓ તારીખ ૧૩/૦૪/૨૦૨૫ નાંરોજ ચાલતા ચાલતા ઈન્દુ ગામનાં બ્રીજ નજીકનાં વ્યારા માંડવી રોડ પરથી આવતા હતા. 
તે સમયે કોઇ અજાણ્યા વાહન ચાલકે પોતાના કબ્જાનું વાહન પુરઝડપે અને ગફતલભરી રીતે હંકારી લાવી કિરણભાઈને અડફેટમાં લઈ ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. જોકે આ અકસ્માતમાં કિરણભાઈને માથાનાં ભાગે ગંભીર ઈજા પહોંચી તેમજ શરીરે નાની મોટી ઇજાઓ પહોંચાડતાં કિરણભાઈને પહેલા પ્રાથમિક સારવાર વ્યારા જનરલ હોસ્પિટલ માટે કરાવી વધુ સારવાર માટે નવી સિવીલ હોસ્પિટલ સુરત ખાતે ખસેડવામાં આવતાં જ્યાં તારીખ ૧૪/૦૪/૨૦૨૫ નારોજ તેમનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે મૃતકની માતા રમીલાબેનએ તારીખ ૧૫/૦૪/૨૦૨૫ નાંરોજ અજાણ્યા વાહન ચાલક સામે કાકરાપાર પોલીસ મથકે ગુન્હો નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.



