વાપીના ચલા ખાતે રહેતા પ્રસંગમાં હાજરી આપી વટાર ગામે સાસરે જતા હતા. તે સમયે દમણ વટાર રોડ ઉપર કોઈ અજાણ્યા વાહન ચાલકે તેમને અડકેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર ઇજા થવાથી આશિષનું મોત થયું હતુ. 
ઘટના અંગે વાપી ટાઉન પોલીસ મથકમાં આશિષ હળપતિનાં પિતા લાલુભાઈ મોહનભાઈ હળપતિ (રહે.ચલા નગરી, શિવાલીક હાઈટસની બાજુમાં, સ્વામીનારાયણ ગુરુકુળ રોડ, વાપી)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું છે કે, તેમનો દિકરો આશિષ દમણ ખાતે લગ્ન પ્રસંગમાં ગયો હતો અને ત્યાંથી તેનું સાસરું વટાર ગામે હોવાથી ત્યાં એકટીવા ઉપર જઈ રહ્યો હતો. તે સમયે યુનાઈટેડ કંપની સામે કોઈ અજાણ્યા વાહનનાં ચાલકે તેને ટક્કર મારી હતી. તેથી આશિષને ગંભીર ઈજા પહોંચતા તેનું મોત થયું હતુ. ઘટના બાદ અજાણ્યો વાહન ચાલક નાસી છૂટયો હતો. અકસ્માત અંગે વાપી ટાઉન પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.



