વલસાડનાં પારડી તાલુકાનાં ટુકવાડા ગામે રહેતો યુવક નોકરીથી છૂટી ઘરે જઈ રહ્યો હતો. તે સમયે સલવાવ ગામે તેની એકટીવાને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતાં મોપેડ સવાર બેભાન થઈ જવા સાથે તેને ગંભીર ઈજા પહોંચી હતી.
ત્યારે સલવાવ ગામે સ્વામિનારાયણ ગુરુકુળ સામે હાઈવે ઉપર પાછળથી કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં તેઓ મોપેડ સાથે રોડ ઉપર ફેંકાઈ ગયા હતા અને બેહોશ થઈ ગયા હતા. તેમને સારવાર અર્થે પારડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેમને કમરના ભાગે મણકામાં ફેક્ચર હોવાનું નિદાન થયુ હતુ. તેઓ ભાનમાં આવ્યા બાદ ડુંગરા પોલીસને આ મામલે હોસ્પિટલ બિછાનેથી ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
