મનિષા એસ. સુર્યવંશી/તાપી : નિઝરનાં બોરદા ગામની સીમમાં અજાણ્યા વાહન અડફેટે આવતાં યુવકનું માથામાં ગંભીર ઈજાને કારણે ઘટના સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસહાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, નિઝરનાં દેવલપાડા ગામનાં સ્કુલ ફળિયામાં રહેતા આકાશભાઈ વિનાયકભાઈ નાઈક (ઉ.વ.૨૭)નો તારીખ ૧૧/૦૪/૨૦૨૫ નાંરોજ બોરદા ગામે લગ્ન પ્રસંગમાં ગયા હતા. 
પરંતુ ત્યાંથી પરત ઘરે ચાલતા ચાલતા આવતા હતા. તે સમયે બોરદા ગામની સીમમાં આવેલ સુભાષભાઈ દાસાભાઈ પાડવીનાં ખેતરની સામેનાં રોડ ઉપર કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાના કબ્જાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી આકાશભાઈને અડફેટે લઈ અકસ્માત સર્જાયો હતો જોકે આ અકસ્માતમાં આકાશભાઈની માથાનાં ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમનું સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું. બનાવ અંગે વિનાયકભાઈ નાથુભાઈ નાઈકનાંએ નિઝર પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક સામે ગુન્હો નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.




