સુરત જિલ્લાનાં કામરેજના ઉંભેળ ગામની સીમમાં મુંબઈથી અમદાવાદ નેશનલ હાઈવે નંબર-૪૮ એક અજાણ્યો શખ્શ ચાલતો ક્રોસ કરી રહ્યો હતો. 
તેને ત્યાંથી પસાર થતો અજાણ્યો વાહન ચાલક ગલતભરી રીતે હંકારી અડફેટે લઈ ફરાર થઈ ગયો હતો. રાહદારીને શરીરના વિવિધ ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે મોત થયું હતું. બનાવની જાણ થતાં કામરેજ પોલીસે હાલ કસૂરવાર અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.




