વર્ષ ૨૦૨૫–૨૦૨૬ માટે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓના સહાય મેળવવા માટે I-khedut 2.0 (www.ikhedut.gujarat.gov.in) તા.૨૪/૦૪/૨૦૨૫થી ૩૧/૦૫/૨૦૨૫ દરમ્યાન આઇ-ખેડુત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવેલ છે અરજી કરતાં પહેલા ખેડૂતોએ નોંધણી કરવી ફરજિયાત છે. એક મોબાઈલ નંબરથી એક જ નોંધણી શક્ય બનશે અને મોબાઈલ નંબર (ઓટીપી માટે), ૭/૧૨, ૮-અ ની હાલની અસલ નકલ, આધાર કાર્ડની નકલ., રેશનકાર્ડની નકલ અને બેંક ખાતાની વિગત સાથે રાખીને અરજી કરવા વિનંતી છે. જેની નોંધ લેવા સૌ ખેડૂતમિત્રોને જણાવવામાં આવે છે.
જરૂરી કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રિન્ટ લઈ ખેડૂતોએ પોતાની પાસે જ રાખવાની રહશે. જેની નકલ મંજૂરી મળ્યા બાદ ક્લેઇમ સબમિટ કરતી વખતે સહી કરી જરૂરી સાધણિક કાગળો સહિત નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, જિલ્લા સેવા સદન, બ્લોક નં.૧૨, બીજો માળ, પાનવાડી, વ્યારા, જિ.તાપી-૩૯૪૬૫૦ ખાતે જમા કરાવવાના રહશે. વધુ માહિતી માટે, કચેરી ખાતે રૂબરૂ અથવા ઇ-મેલ ddhtapi@gmail.com અથવા ફોન નં. ૦૨૬૨૬ ૨૨૧૪૨૩ ઉપર સંપર્ક કરવો. મુખ્ય ઘટકો જેવા કે ફળ પાક વાવેતર આંબા, ટિશ્યુ કેળ, ટિશ્યુ ખારેક, કમલમ, પપૈયા, નાળિયેરી, જામફળ, લીંબુ, દાડમ વગેરે. ફળપાક પ્લાન્ટીંગ મટીરીયલ, શાકભાજીની પ્રાકૃતિક ખેતી પધ્ધતિથી વાવેતર, સરગવાની ખેતી,પાણીના ટાંકા, બાગાયતી પાકોના પ્રોસેનિંગ યુનિટ, પેકિંગ મટીરિયલ, ક્રોપ કવર/બંચ કવર/ગ્રો કવર, જૂના બગીચાનું નવીનીકરણ, કાચા/અર્ધપાકા/પાકા મંડપ, સ્વ રોજગાર લક્ષી નર્સરી, મહિલા વૃતિકા તાલીમ જેવા ઘટકોમાં અરજી કરી શકાશે.
