અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વેપર દારૂની ખેપ મારવાના બનાવમાં બે વર્ષથી વોન્ટેડ આરોપીને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વેપર ચકલાસી ઉત્તરસંડા બ્રિજ પાસે સપ્ટેમ્બર 2022માં ખેડા પોલીસે એક કારને ઝડપી પાડી 240 બોટલ સાથે રૂપિયા 3.50 લાખની મતા કબજે કરી હતી. આ ગુનામાં વડોદરાના ગદાપુરા વિસ્તાર વિકાસ મહેન્દ્રભાઈ સોલંકીનું નામ ખુલતા પોલીસ તેને શોધી રહી હતી. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે વોન્ટેડ આરોપીને ઝડપી પાડી ખેડા પોલીસને સોંપવા તજવીજ કરી હતી. નોંધનીય છે કે, પકડાયેલા વિકાસ સોલંકી સામે દારૂને લગતા 22 ગુના નોંધાયેલા છે તેમજ પાસા અને તડીપાર જેવા પગલાં પણ લેવાયા છે.
