Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Arrest : પત્તાપાનાનો જુગાર રમતા 12 જુગારીઓ ઝડપાયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મહેમદાવાદ આસ્થા સોસાયટી તબેલા પાસે પત્તાપાનાનો જુગાર રમતા ત્રણ ઇસમોને રૂપિયા ૧૫,૩૭૦/- રોકડ સાથે તેમજ ભૂમેલની ઇન્દિરાનગરીમાં નવ જુગારીયાઓને રૂપિયા ૩,૬૧૦/- રોકડ સાથે ઝડપી પાડયા હતા. બનાવ અંગે જે તે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મહેમદાવાદ આસ્થા સોસાયટી તબેલા પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો પત્તાપાનાનો જુગાર રમી રહ્યા હતા.

જ્યાં પોલીસે રેડ પાડતા પત્તાપાનાનો હાર જીતનો જુગાર રમતા રવિભાઈ ગોવિંદભાઈ વાઘેલા, અજય રૂપેશભાઈ નાયક તેમજ ભુપેન્દ્ર ચંદુભાઈ વાઘેલા જુગારીઓ રોકડ રૂપિયા ૧૫,૩૭૦/- સાથે ઝડપાઈ ગયા હતા. આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે જુગારીઓ સામે ગુનો નોંધ્યો હતો. જ્યારે બીજા બનાવમાં ભૂમેલના ઇન્દિરાનગરી પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો પત્તાપાનાનો હાર જીતનો જુગાર રમતા હતા.

પોલીસે રેડ પાડીને અજય મનહરભાઈ તળપદા, આકાશ સુરેશભાઈ રાઠોડ, શૈલેષ ગોવિંદભાઈ રાવળ, અલ્પેશ સુરેશભાઈ રાવળ, નરેન્દ્રભાઈ રઇજીભાઈ રાવળ, સંજય રમેશભાઈ તળપદા, નરેન્દ્ર રમેશભાઈ તળપદા, નગીન મનહરભાઈ તળપદા તથા કિરણ રમેશભાઈ તળપદાને દાવ ઉપર તેમજ અંગજડતીમાંથી મળી કુલ રૂપિયા ૩,૬૧૦/- સાથે જુગાર રમતા ઝડપી પાડયા હતા. બનાવ અંગે વડતાલ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.