દંતેશ્વર વિસ્તારમાં બન્સલ મોલ પાછળ મકરપુરા પોલીસે રેડ કરીને વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. જ્યારે દારૂનું વેચાણ કરનાર હાજર નહીં મળી આવતા તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે વિદેશી દારૂ, બિયર અને મોબાઈલ 26,000/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં મકરપુરા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી.
તે દરમિયાન બાતમી મળી હતી કે, બંસલ મોલની પાછળ, કિશન નગરમાં રહેતો રાજેશ ઉર્ફે ભુંડો ચૌહાણ છૂટક વેચાણ માટે વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો છે અને એક ઇસમ મનીષ શઠવાનો દારુ આપવા માટે આવ્યો છે. જેથી પોલીસે બાતમી મુજબના થડ પર રેડ કરી હતી. મકાનના દર વાજા પાસે મનીષ રંગેશ રાઠવા (રહે.મોસંગણા ગામ, તા.કવાટ, જિ.છોટા ઉદેપુર) ઝડપાઈ ગયો હતો. તેને સાથે રાખીને તપાસ કરતા મકાનમાંથી વિદેશી દારૂ અને બિયર નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂ બીયર અને મોબાઇલ મળી રૂપિયા 26,000/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે દારૂ મંગાવીને વેચાણ કરનાર રાજેશ ઉર્ફે ગુંડો લાલાભાઈ ચૌહાણને વોન્ટેડ જાહેર કર્યો હતો.




