Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

સુરતમાં ખાડીપૂરનાં પાણી ઓસરી જતાં પાલિકાએ યુધ્ધનાં ધોરણે સફાઈની કામગીરી શરૂ કરી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સુરતમાં ગુરુવારે સવારથી વરસાદનું જોર ઘટી જતાં સુરતીઓ સાથે સાથે પાલિકા તંત્રને પણ રાહત થઈ છે. આ ઉપરાંત ખાડીપૂર પણ ઓસરી રહ્યા છે તે વિસ્તારમાં પાલિકાએ યુધ્ધના ધોરણે સફાઈની કામગીરી શરૂ કરી હતી. પાલિકાએ સફાઈની કામગીરી સાથે દવાનો છંટકાવ કરવા સાથે મેડિકલ વાનની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ગત રવિવારે સાંજથી સુરત શહેર અને જિલ્લામાં ભારે વરસાદના કારણે શહેર માંથી પસાર થતી ખાડીઓ ઓવર ફ્લો થઈ હતી જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. હજી પણ સુરતમાંથી પસાર થતી સીમાડા ખાડી ઓવર ફ્લો છે.

પરંતુ જે વિસ્તારમાં ખાડીના પાણી ઓસરી રહ્યા છે તે વિસ્તારમાં પાલિકા કમિશનરે સફાઈના આદેશ આપ્યા છે. તેથી તંત્રએ યુધ્ધના ધોરણે સફાઈની કામગીરી શરૂ કરી છે. પાલિકાના આરોગ્ય વિભાગે સફાઈની કામગીરી સાથે સાથે જંતુનાશક દવાનો છંટકાવ કરવાની કામગીરી પણ હાથ ધરી છે. આ ઉપરાંત જે વિસ્તારમાં પાણી ઉતર્યા છે ત્યારે લોકોના આરોગ્યની કાળજી રહે તે માટે મેડિકલ વાનની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ચાર દિવસ લાગલગાટ ભારે વરસાદ પછી ગુરુવારે સવારથી વરસાદે બ્રેક લેતાં ખાડીપુર ઓસરવા માંડ્યા છે જેથી સ્તાઓ ખુલ્યા છે.

લોકોના ઘરમાંથી પાણી ઉતરવા માંડ્યા છે અને જનજીવન ફરી ધબકતું થાય તે માટેની અનુકૂળતા થવા માંડી છે. સુરતની મધ્યમાંથી પસાર થતી કાકરા, ભેદવાડ અને ભાઠેના ખાડીની સપાટીમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. જ્યારે મીઠી ખાડીના લેવલમાં કોઈ ઘટાડો થયો નથી. વરાછા, પુણાને સ્પર્શતી સીમાડા ખાડી હાલ પણ ઓવરફ્લો વહી રહી છે. સીમાડા ખાડી ઓવરફ્લો હોવાના કારણે સીમાડામાં વાલમ નગર સોસાયટી, સરથાણા વ્રજ ચોક, સણિયા હેમાદ, સારોલી ગામ, ભારત કેન્સર હોસ્પિટલ રોડ પર હજુ પણ પાણી ભરાયેલાં છે

શહેરમાં તાપી નદી ઉપરનો કોઝવે ઓવરફલો હોવાથી વાહન વ્યહાર માટે બંધ છે. મેઘરાજાએ વિરામ લેતા તંત્ર પણ રાહત કામગીરીમાં જોડાઈ ગયું છે. સાથે જ સ્થિતિ વિકટ ન બની હોવાથી લોકોનું સ્થળાંતર પણ અટકાવી દેવામાં આવ્યું છે. સવારથી લોકો કામ ધંધે પણ નીકળી ગયા છે. ઘરવખરીના પલળી ગયેલા સામાન્ય પણ સુકવવામાં આવી રહ્યા છે. સીમાડા ખાડીના પાણીમાં ડૂબેલા સરથાણા પોલીસ સ્ટેશનમાંથી આજે પાણી ઓસર્યા હતા. જેના કારણે ખાડીના ગંદા અને કાદવયુક્ત પાણી વચ્ચે સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સાથે જ પોલીસ કર્મચારીઓએ જરૂરી કાગળ સહિતની ચીજ વસ્તુઓ ખુરશી પર મૂકીને કામકાજ શરૂ કર્યો હતો. સુરતમાં વરસાદ ઓછો થતાં પાણી ઉતરવા લાગ્યા છે ત્યાં સુરત મનપાના આરોગ્ય વિભાગની ટીમ પૂર જોશમાં સફાઈ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે તેમજ મેડિકલ ટીમ દ્વારા રોગચાળો ન ફેલાય તે માટે મેડિકલ સર્વેલન્સ માટેની ટીમ કાર્યરત કરાઈ રહી છે.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!