કુકરમુંડા તાલુકામાં નેશનલ હાઈવે નંબર ૭૫૩-બીની માપણી શરૂ થતા જ ખેડૂતોએ જમીન સંપાદિત થવાનો ઉગ્ર વિરોધ નોંધાવી માપણી અટકાવવાના પ્રયાસો કરતા ઘટના સ્થળે હાજર પોલીસ દ્વારા કેટલાકને ડિટેઈન કરવામાં આવ્યા હતા. 
તાપી જિલ્લામાં ખેડૂતોની જમીન સંપાદિત થવાના મુદ્દે વારંવાર વિરોધના વંટોળ ઉઠતા રહ્યા છે, કુકરમુંડા તાલુકામાં હાઈવેની માપણી ચોખીઆમલી, અક્કલઉતારા અને બોરીકુવા વિસ્તારમાં શરૂ થતા જેની જાણ થતા જ ખેડૂતો સ્થળ ઉપર દોડી જઈ જમીન માપણી મુદ્દે વિરોધ વ્યક્ત કર્યો હતો.
જમીન હાઈવે માટે ન આપવાની માંગણી વચ્ચે ખેડૂતોએ વિરોધ કર્યો હતો. જોકે પોલીસ બંદોબસ્ત વચ્ચે માપણી કાર્ય શરૂ થયું હોય તે દરમિયાન ખેડૂતોએ રોષ વ્યક્ત કરતા કેટલાંક ખેડૂતોને પોલીસે ડિટેઇન કર્યા હતા. માપણી દરમિયાન ખેડૂતોએ વિરોધ નોંધાવતા ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.



