વ્યારાના ડુંગરા ગામે ઝઘડો અને બોલાચાલી થતા વચ્ચે પડેલ મહિલાને માથામાં લાકડીથી ઈજા પહોચાડનાર સામે ઈસમ સામે કાકરાપાર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, વ્યારા તાલુકાના ડુંગરગામના ડુંગરી ફળીયામાં રહેતા વિનુબેન ચંપકભાઈ ચૌધરી (ઉ.વ.૫૯)ની દિકરીનું પાડોશમાં જ સાસરું છે અને દીકરીના સાસુ-સસરા અલગ રહે છે. તારીખ ૧૫ નારોજ દિકરીના સાસુ-સસરા વચ્ચે કોઇક બાબતે બોલાચાલી થતા સાસુ વહુ-દિકરાના ઘરે આવી ગયા હતા.
તેમજ દિકરાને ઝાપટ મારી દીધી હતી જેથી સુરજીભાઈની વહુ નિમિષાબેન વચ્ચે પડતા સુરજીભાઈએ તેમની વહુને પણ ધક્કો મારી વાંસની લાકડીથી મારવા જઈ રહ્યા હતા. તે દરમિયાન નિમિષાબેનના માતા વિનુબેન છોડાવવા દોડી ગયા હતા. જેઓને સુરજીભાઈએ ગમેતેમ ગાળો બોલી ‘તું કેમ વચ્ચે પડે છે તને હું જાનથી મારી નાંખીશ’ તેમ કહી હાથમાંની વાંસની લાકડી માથામાં મારી દઈ ઇજા પહોંચાડી હતી. આમ, માથામાં લાકડી વાગવાથી માથામાંથી લોહી નીકળતા ઇજાગ્રસ્ત વિનુબેનને સારવાર માટે ચાંપાવાડી પી.એચ.સી.ખાતે લઈ જવામાં આવ્યા હતા. બનાવ અંગે વિનુબેનએ સુરજીભાઈ ચૌધરી સામે કાકરાપાર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.
