સોનગઢનાં મોટા બંધારપાડા ગામે ખેતીની જમીનનાં ઝઘડામાં પોલીસ ફરિયાદ કરવાનું કહેતા પરિવારનાં માતા-પુત્રને મોંઘવાણ ગામના યોગેશ ગામીત અને અજીત ગામીત નામના ઈસમોએ પંજેટીથી મારમારી ઈજા પહોંચાડી હતી. મળતી માહિતી અનુસાર, સોનગઢ તાલુકાનાં મોટા બંધારપાડા ગામનાં બજાર ફળિયામાં રહેતા આશિષભાઈ રોહિતભાઈ ગામીત અને તેમની માતા નયનાબેન ગામીત તથા દાદી સવિતાબેન ગામીતનાંઓ ગત તારીખ ૧૬/૦૬/૨૦૨૫ નારોજ ગામનાં નહેર ફળિયામાં આવેલ પોતાની જમીનમાં ખેતી કામ કરવા માટે ગયા હતા.
તેથી આશિષભાઈ ગામીત અને તેમની માતા તેમજ દાદીએ ‘અમારા ભાગની જમીનમાં તમે કેમ ખેતી કરો છો??? તમે તમારા ભાગની જમીનમાં ખેતી કરો’ તેવું કહેતા યોગેશભાઈ અને અજીતભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને ‘તમને બેડપાડા ગામે જમીન આપેલી છે ત્યાં તમે ખેતી કરવા જતા નથી અને વધારાની જમીન પચાવી પાડી ખેતી કરો છો, હવે પછી તમને આ જમીનમાં ખેતી નહીં કરવા દઈએ ‘તેમ કહેતા ત્યાં હાજર આશિષભાઈના પિતાએ પોલીસ ફરિયાદ કરવાનું કહેતા ઉશ્કેરાઈ ગયેલા યોગેશભાઈ ગામીત અને અજીતભાઈ ગામીતે આશિષ ગામીત તેમની માતા અને દાદી વિગેરે પર પંજેટીથી હુમલો કરી ઈજા પહોંચાડી હતી અને ખેતી કરવા આવશો તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે આશિષ ગામીતની ફરિયાદનાં આધારે પોલીસે યોગેશભાઈ ગામીત અને અજીત ગામીત સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
