ઉમરગામનાં માંડા કોલોનીમાં રહેતા ધનંજય રાજેન્દ્ર શર્મા રાબેતા મુજબ નોકરી ઉપર ગયા હતા. તે દરમિયાન રીન્કુ ગૌડ અને રોશન ગૌડે ધનંજય પાસે બાકી નીકળતા રૂ.૨૦૦૦ માંગ્યા હતા. ધનંજય પારસે પૈસા ન હોવાથી તેમણે આવતા મહિને પગાર થશે ત્યારે આપી દઈશ તેમ જણાવી કંપનીની બહાર નીકળીને વાત કરીશું તેમ કહ્યું હતું.
ત્યારબાદ નોકરી પૂરી થતાં સાંજનાં સમયે સાળા ગર્જન સાથે ધનંજય ઘરે જતા હતા. ત્યારે માંડા પ્લાસ્ટિક ઝોન પૃથ્વી ઈન્ડસ્ટ્રીઝ કંપનીના સામે રીન્કુ અને રોશને આવીને પૈસા માંગ્યા હતા. પગાર થતા જ નાણાં આપવાનું કહેવાતા બંને ઉશ્કેરાઈ જઈને ધનંજયને ઢીકમુક્કીનો માર માર્યો હતો. જયારે રીન્કુ ગૌડનાએ કટર વડે છાતીની જમણી બાજુ, નાકનાં ભાગે અને ડાબા હાથનાં કોણીના ભાગે ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ ગર્જન શર્માએ પોલીસ અને ધનંજય ભાઈની પત્નીને ફોન કરીને ઘટનાની જાણ કરી હતી. આ ઉપરાંત ધનંજયને ભીલાડ સરકારી હોસ્પિટલ સારવાર માટે લઈ જવાયો હતો. ત્યાંથી વધુ સારવાર માટે સેલવાસ કોટેજ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં તેમને ડાબા હાથના કોણીના ભાગે ટાંકા આવ્યા હતા.
