સોનગઢનાં ખડકાચીખલી ગામે દીપડાએ ગત તારીખ ૧૨/૦૫/૨૦૨૫ નારોજ રાત્રિના સમયે એક બાઈક ચાલક પર હુમલો કરવાની ઘટના બાદ બીજા દિવસે એટલે કે ગતરોજ સવારે ૭ વાગ્યાના અરસામાં નિશાળ ફળિયામાં ખેતરમાં સાફ સફાઈ કરતા અને લાકડા કાપી રહેલ ૬૫ વર્ષીય લીમજીભાઈ રામજીભાઈ ગામીત પર હુમલો કર્યો હતો.
જોકે આ દીપડાનાં હુમલા સમયે તેમની સાથે અન્ય બે ઈસમો પણ થોડા દૂર હતા જેથી તેઓ દોડી આવતા દીપડો ભાગી ગયો હતો. દીપડાનાં હુમલાથી લીમજીભાઈ ગામીતનાં હાથે અને ગળાનાં ભાગે ઈજા તે થઈ હતી. વધુમાં દિપડાએ જે સ્થળે બાઈક ચાલક પર હુમલો કર્યો હતો ત્યાંથી આજના હુમલાનું સ્થળ નજીક જ હતું. સતત બે દિવસથી દિપડાનાં હુમલાથી ખડકાચીખલી ગામનાં લોકોમાં ભયનો માહોલ છવાયો છે અને લોકો રાત્રે ઘરની બહાર નીકળતા બંધ થઈ ગયા છે. આમ, વનવિભાગ દ્વારા દીપડાને પકડવા ગામમાં એક પાંજરું મુકવામાં આવે તેવી ગ્રામજનોમાં માંગ ઉઠવા પામી છે.
