ચીખલીની સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલમાં ઓડીટમાં ૧.૬૪ કરોડ રૂપિયાની ઉચાપત અને છેતરપિંડીના આરોપી સતિષભાઈને પોલીસે ગણતરીના કલાકોમાં જ રાનકુવાથી દબોચી લઈ વધુ તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ, ઓડિટના અહેવાલમાં ચીખલીની સરકારી હોસ્પિટલમાં આઉટ સોર્સિંગના જુનિયર ક્લાર્ક સતીષ ભોયે દ્વારા તારીખ ૦૧-એપ્રિલ-૨૦૨૧ થી ૩૧-માર્ચ-૨૦૨૫ દરમ્યાન અલગ અલગ એજન્સીના ડુપ્લીકેટ બિલો બનાવી ટ્રેઝરીમાં રજૂ કરી પોતાના અંગત બેન્ક ખાતામાં તથા પરિચિતના બેન્ક ખાતામાં આ રકમ જમા કરાવી ૧,૬૪,૫૬,૨૩૧/- રૂપિયાના રકમની ઉચાપત કરી હોવાનું બહાર આવ્યું હતું.

તે પૂર્વે જ બુધવારની બપોરના સયે રાનકુવા પાસેથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી. ચાર વર્ષથી ઉચાપત થતી રહી છતાં અધિકારીઓને ખબર કેમ ના પડી? ચીખલીની સરકારી હોસ્પિટલમાં ૧.૬૪ કરોડ રૂપિયાની માતબર રકમની ઉચાપત છેલ્લા ચાર વર્ષથી ચાલી રહી હતી. ત્યારે અધિક્ષક સહિતના અધિકારીઓના ધ્યાનમાં કેમ ન આવ્યું અને ડુપ્લીકેટ બિલ પણ મળ્યા નથી ત્યારે રૂપિયાની લેવડ દેવડ જેવી મહત્વની બાબતો ના બીલ કેવી રીતે ગુમ થઈ શકે? અને અન્ય અધિકારીની ભૂમિકા હતી કે કેમ તે સહિત સવાલોના જવાબ પોલીસ તપાસમાં બહાર આવે તે જરૂરી છે.



