વલસાડનાં તિથલ રોડ વિસ્તારમાં તારીખ ૨૯મી જાન્યુઆરી નારોજ ત્રાટકેલ ચોરટાઓ મહિલાના ગળામાંથી સોનાની અડધી ચેઈન આંચકીને ફરાર થઈ ગયા હતા.
આ ઉપરાંત આ જ ચોરટાઓ વલસાડના પારનેરા પારડી ગામની મહિલાના ગળામાંથી સોનાની ચેઈન આંચકીને ફરાર થઈ ગયા હતા. 
જે આરોપીઓનો સિટી પોલીસે ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવ્યો હતો. આરોપીઓએ જામીન મુક્ત થવા અત્રેની ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી રજૂ કરી હતી. જે બાબતે સરકાર પક્ષે એ.જી.પી. ભરતભાઈ પ્રજાપતિએ દલીલો કરી હતી.જે દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટના વિદ્વાન જજ વી.કે. પાઠકે જામીન અરજી નામંજૂર કરતો ચુકાદો આપ્યો હતો.



