બારડોલી હોસ્પિટલની પાછળ નળિયાના કારનાખા પાછળ પ્લોટ નં.૨૩માં રહેતો ર૦ વર્ષીય સુરેન્દ્રસિંહ નરપતસિંહ રાજપુરોહિત બે દિવસ પહેલા મહુવા પોસ્ટ ઓફિસ ખાતે કામકાજ અર્થે ગયો હતો. ત્યારથી તે રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ જતા તેની ગુમ થવા જાણવા જોગ ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી.




