આણંદનાં પેટલાદ તાલુકાનાં ભાટિયલ રોડ ઉપર ટેમ્પોએ બાઈક સવાર દંપતીને ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા પતિનું મોત નિપજ્યું હતું. જ્યારે પત્ની ઇજાગ્રસ્ત થતા તેણીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. સિહોલ ગામે રહેતા કાનજીભાઈના પિતા વનાભાઈ ગાંગડીયા ગત મંગળવારે બાઈક ઉપર પત્નીને બેસાડી સિહોલ ગામેથી ગોરેલ મંદિરે જવા નીકળ્યા હતા.
ત્યારે સામેથી પુરઝડપે આવી ચડેલી એક ટેમ્પીએ બાઈકને ટક્કર મારતા બાઈક ઉપર સવાર દંપતી રોડ ઉપર પટકાવ્યું હતું. અકસ્માતમાં વનાભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી તથા તેમના પત્નીને પણ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઇજાઓ પહોંચતા બંનેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન વનાભાઈ ગાંગડીયાનું કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ અજાણ્યો ટેમ્પો ચાલક ટેમ્પો સાથે ઘટના સ્થળેથી લઈ ફરાર થઈ ગયો હતો



