સુરત શહેરમાં પલસાણા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, બાઈક પર ગૌમાંસ ભરી તરાજ ગામે લઈ જવાઈ રહ્યું છે. જેથી પોલીસે ઇટાળવા ગામે વોચ ગોઠવી હતી.
જ્યાં બાતમીવાળી બાઈક આવતા તેને ઊભું રાખવાની કોશિશ કરી પરંતુ બાઇક ચાલકે પોતાની બાઇક હંકારી દેતા પોલીસે તેનો પીછો કરી બાઇકને ઊભું રખાવી તલાશી લેતા તેમાંથી ૩ કિલો ગૌમાંસ મળ્યું હતું. પોલીસે આરીફ સલીમ શેખ (રહે.તરાજ ગામ, તા.પલસાણા) ઝડપી પાડયો હતો. જ્યારે બાઈક પરથી ઉતરી ભાગી ગયેલા રહીમ તથા મદાર નામના ઇસમોને પોલીસે વોન્ડેટ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
