ડાંગ જિલ્લો તેની પ્રાકૃતિક સૌંદર્યતાથી ભરપૂર છે. ડાંગ જિલ્લામાં આવેલ વાંસદા નેશનલ પાર્કમાં ૧૧૫ થી પણ વધુ જાતનાં પક્ષીઓ જોવા મળે છે. દક્ષિણ ગુજરાતનું એક માત્ર વાંસદા નેશનલ પાર્ક કે જે ૨૩.૯૯ સ્ક્વેર કિ.મી.નો વિસ્તાર ધરાવે છે. તા.૨૦ માર્ચ ના રોજ રોજ “વર્લ્ડ સ્પેરો ડે” તરીકે ઉજવવામાં આવે છે. જેનાં ભાગ રૂપે આ વર્ષે “વર્લ્ડ સ્પેરો ડે” નો થીમ “I LOVE SPARROW” રાખવામાં આવી હતી. જેનાંથી આપણને પ્રેમ હોઇ તેનું આપણે જતન અને સંરક્ષણ કરીએ.
આ પ્રસંગે વન્ય જીવ સૃષ્ટીની અગત્યતા તથા સસ્ટેનેબલ એન્વાયરમેન્ટ તરફ ભાર મુકવા અંગે જણાવ્યું હતું. તેમજ વિદ્યાર્થીઓ પક્ષી સંરક્ષણ અને પર્યાવરણ પ્રત્યે વધુ રસ જાગે તે બાબતે તેઓને વિગતે માહિતી આપી હતી. શ્રી કૌશલ પટેલ (પ્રોજેક્ટ મેનેજર,Forest Owlet Project, WCS-India) દ્વારા પક્ષીઓની સંરચના, નિવાસ સ્થાન અને કાર્યશૈલીની વિશેની સમજ આપી હતી. ફિલ્ડ રીસર્ચ ઓફિસર જામનગર દ્વારા ડાંગ જિલ્લાનાં વિવિધ પક્ષીઓનાં અવાજ પરથી કેવી રીતે ઓળખી શકાય તે અંગે વિદ્યાર્થીઓને પ્રેઝન્ટેશન દ્વારા રસપ્રદ માહિતી આપી હતી. સીનીયર નેચરાલીસ્ટ દ્વારા ડાંગ જિલ્લાનાં ઈતિહાસ તથા ભવિષ્યમાં પક્ષીઓનું કેવી રીતે વન સંરક્ષણ અને સંવર્ધન કરી શકાય તે બાબત સમજણ આપી હતી. કિલાદ કેમ્પ સાઇડ ખાતે યોજાયેલ બર્ડ ફેસ્ટમાં ડાંગ જિલ્લાની વિવિધ છ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લિધો હતો.
વિદ્યાર્થીઓ પક્ષીઓ વિશે વધુ જાણકાર બને તે માટે તેઓને ફૂડ વેબ ગેમથી અરસપરસ માર્ગદર્શન સાથે જ્ઞાન વર્ધક શૈલી દ્વારા પક્ષીઓ વિશેની જાણકારી આપવામાં આવી હતી. જે બાદ રેપ્ટર્સ પર ક્વિઝ સ્પર્ધા યોજવામાં આવી હતી. સાથે જ ડાંગ જિલ્લાનાં જુના અને જાણીતા પક્ષી જાણકારો દ્વારા વાર્તાઓ પણ રજુ કરવામાં આવી. આ ઉપરાંત સાંજનાં સમયે વિદ્યાર્થીઓને નેચર ગેમની રમત રમાડવામાં આવી હતી. તેમજ રાત્રીના ૬:૩૦ વાગ્યે થી ૮:૦૦ દરમિયાન વાંસદા નેશનલ પાર્કનાં ૫(પાંચ) અલગ અલગ જંગલ ટ્રેઇલમાં લઈ જઈ રાત્રે પક્ષીઓનાં અવાજનું અવલોકન કરાવવામાં આવ્યું. જે વિદ્યાર્થીઓ માટે ખુબ જ રોમંચક ભર્યું હતુ. આવનારી પેઢી વન સંરક્ષણમાં પોતે જાગૃત બની પોતાનું યોગદાન આપે તે માટે ડાંગ વન વિભાગ હંમેશા તત્પર રહે છે.
