સુરત એસ.ઓ.જી. પોલીસે પૂર્વ બાતમીનાં આધારે પરબ ગામેથી બોગસ ડોક્ટરને ઝડપી પાડયો હતો. આ શખ્સ કોઈ પણ જાતની ડિગ્રી વિના પ્રેક્ટીસ કરતા આબાદ ઝડપી પાડ્યો હતો. 
મળતી માહિતી મુજબ, કામરેજનાં પરબ ગામે સ્ટાર પ્લાઝામાં આવેલ દુકાન નં.૩માં રીપન મીલન સરકાર (રહે.બગુમરા ગામ તા.પલસાણા)નો ક્લિનીક ચલાવતો હતો. તેની પાસે ગુજરાત મેડિકલ જનરલ પ્રેક્ટીસ કરવાનું લાયસન્સ ન હતું. તે લોકોની જીંદગી જોખમાય એ રીતે દવાખાનું ખોલીને મેડિકલ પ્રેક્ટીસ કરી રહ્યો હોવાની બાતમી એસ.ઓ.જી. પોલીસને મળી હતી. જેથી એસ.ઓ.જી. પોલીસે દરોડો પાડી ક્લિનિકમાંથી અલગ-અલગ પ્રકારની દવાઓ, મેડિકલ પ્રેક્ટીસનાં સાધનો મળી ૨૩૭૬૭ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ઝોલાછાપ ડોક્ટરની ધરપકડ કરી હતી.



