તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

બાંગ્લાદેશીઓ ભારતમાં ઘૂસણખોરી કરવાના પ્રયાસમાં : બોર્ડર બીએસએફના જવાનો તહેનાત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

બાંગ્લાદેશમાં અરાજકતા ફેલાયા બાદથી ભારતની સરહદે પણ તણાવ વધી ગયો છે. અનેક બાંગ્લાદેશીઓ ભારતમાં ઘૂસણખોરી કરવાના પ્રયાસમાં છે તેવા અહેવાલ સતત આવતા ટેન્શન વધી ગયું છે. આ દરમિયાન તાજેતરના અહેવાલ મુજબ ભારતમાં જલપાઈગુડી જિલ્લાની નજીક 300 જેટલાં બાંગ્લાદેશીઓ ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હોવાના અહેવાલથી ખળભળાટ મચી ગયો છે. માહિતી અનુસાર ભારતમાં બોર્ડર પર તહેનાત બીએસએફના જવાનોએ તેમને હટાવી દીધા હતા અને તેમના ઈરાદાઓમાં સફળ થવા દીધા ન હતા.

ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશમાં અનામતની માંગ સાથે ભડકેલા વિદ્યાર્થીઓના દેખાવો બાદથી હિંસાનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યાંના વડાપ્રધાન શેખ હસીના હાલ ભારતમાં શરણ લઈ રહ્યા છે અને નવા વચગાળાના વડાપ્રધાન તરીકે મોહમ્મદ યુનુસે સત્તા સંભાળી લીધી છે. બાંગ્લાદેશના વચગાળાના વડાપ્રધાન બનતાં જ મોહમ્મદ યુનુસને વડાપ્રધાન મોદીએ શુભેચ્છા પાઠવી હતી. આ સાથે વડાપ્રધાન મોદીએ આશા વ્યક્ત કરી હતી કે બાંગ્લાદેશમાં જલ્દી જ સ્થિતિ સામાન્ય બની જશે અને દેશમાં હિન્દુઓ અને લઘુમતી સમુદાયોને સુરક્ષા મળશે. પીએમ મોદીએ કહ્યું હતું કે ભારત શાંતિ, સુરક્ષા અને વિકાસ માટે બંને દેશો લોકોની સંયુક્ત આકાંક્ષાઓને પૂરી કરવા માટે બાંગ્લાદેશ સાથે મળીને કામ કરવા પ્રતિબદ્ધ છે.