નિઝરનાં દેવાળા ગામની સીમમાં સરવાળા ફાટાથી દેવાળા ગામ તરફ જતાં સ્ટેટ હાઈવે રોડ ઉપર બે બાઈક વચ્ચેનાં અકસ્માતમાં બંને બાઈક ચાલકને ગંભરી ઈજા પહોંચતા બંનેનું મોત નિપજ્યું હતું. અકસ્માત અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, નિઝરનાં દેવાળા ગામે ગાયત્રી મંદિરે દર્શન કરવા જતાં દગાભાઈ વિઠલભાઈ પટેલ (ઉ.વ.૬૫)નાઓ પોતાની બાઈક નંબર જીજે/૨૬/એચ/૧૭૪૬ લઈને પોતાનાં ઘરેથી નીકળ્યા હતા. 
તે વખતે યામહા એમટી ૧૫ બાઈક નંબર જીજે/૨૬/એસી/૪૭૬૦નો ચાલક સંદીપ સીતારામ ઠાકરે (રહે.દેવાળા ગામ, મંદિર ફળિયું, નિઝર)એ પોતાની કબ્જાની બાઈકને દેવાળા ગામ તરફથી હંકારી લાવી સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દઈ દગાભાઈની બાઈકને સામેથી અથડાવી દીધી હતી જેથી બાઈક ચાલક દગાભાઈનાં માથાંનાં ભાગે ખુબ ગંભીર ઈજાઓ પહોંચાડી તેઓની ખોપરી ચખદાવી તથા ડાબા પગનાં નળાનાં ભાગે તથા જમણાં પગનાં ઘુંટણનાં ભાગે ફ્રેકચર અને બંને હાથનાં ખભાનાં ભાગે તથા જમણાં હાથની કાંડામાં ફેકચર જેવી ગંભીર ઈજાઓ પહોંચાડી સ્થળ ઉપર તેમનું મોત નિપજ્યું હતું. તેમજ યામહા એમટી ૧૫ બાઈકનો ચાલક સંદીપને પણ શરીરે માથાનાં ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી તથા પોતાના જમણાં પગમાં ઘુંટણ પાસે ફ્રેકચરની સાથે ગંભીર ઈજાઓ પહોંચાડી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે સતીષ છગનભાઈ પટેલએ અકસ્માત અંગે નિઝર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.



