અમદાવાદ શહેરના નારોલ પોલીસ સ્ટેશનનો વનરાજસિંહ વલકુભાઈ વાળા,અનાર્મ હેડ કોન્સ્ટેબલ 1500/- રૂપિયાની લાંચ અમદાવાદ શહેર એસીબી સ્ટાફના હાથે ઝડપાઈ ગયો છે.મળતી માહિતી પ્રમાણે આ કામના એસીબીને ફરિયાદ કરનાર ફરીયાદી પહેલા દારૂનો ધંધો કરતાં હતા અને છેલ્લા ચારેક માસથી ફરીયાદી એ દારૂનો ધંધો બંધ કરી દીધેલ.
તેમછતાં અનાર્મ હેડ કોન્સ્ટેબલે ફરીયાદી પાસે રૂપિયા 2500/- ની માંગણી કરેલ અને જો ફરીયાદી પૈસા ના આપે તો દારૂના ખોટા કેસ કરવાની ધમકી આપી હતી, જેથી જે તે સમયે આરોપીએ 1000/- રૂપિયા ફરીયાદી પાસેથી લઈ લીધા હતા અને બાકી 1500/- રૂપિયા તા.28મી માર્ચે આપવાનો વાયદો કરેલ હોય,ફરીયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોય, ફરીયાદીએ અમદાવાદ શહેર એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી.જે ફરીયાદના આધારે અમદાવાદ શહેરનાં શાહવાડી રોડ, મોતીપુરા ચાર રસ્તા, શયામ ઇન્ડસ્ટ્રી, ફરીયાદીની દુકાન પાસે આજરોજ લાંચના છટકાનું આયોજન કર્યું હતું જેમાં આરોપી અનાર્મ હેડ કોન્સ્ટેબલ વનરાજસિંહ વલકુભાઈ વાળા લાંચની રકમ 1500/- રૂપિયા સ્વીકારતા અમદાવાદ શહેર એસીબી સ્ટાફનાં હાથે આબાદ ઝડપાઈ ગયા હતા.
