અમદાવાદમાં અવર નવાર અકસ્માતના કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે. તેવામાં એસ પી રીંગ રોડ પાસેના ઓઢવ વિસ્તારના ગિરિવર રેસીડેન્સી નજીક ત્રિપલ અકસ્માતની ઘટના સર્જાઈ છે. જેમાં સ્કૂલવાન સહિત બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા વિદ્યાર્થીઓ ગભરાય ગયા હતા.
અકસ્માતમાં વિદ્યાર્થીઓને સામાન્ય ઈજાઓ પહોંચતા અન્ય વાહનની વ્યવસ્થા કરીને તેઓને હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. ત્રિપલ અકસ્માતની ઘટના સર્જાતા ટ્રાફીક જામના દ્રશ્યો જોવા મળતા ઘટના સ્થળ પર ટ્રાફીક પોલીસ પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, 3 દિવસ પહેલાં અલગ અલગ ઘટનામાં બે બાળકીઓ સ્કૂલ વાનમાં પડી ગઇ હતી. સદનસીબે કોઇ જાનહાનિ સર્જાઇ ન હતી. સ્કૂલવાન ચાલકો બેફામ વાહનો હંકાવતા હોવાથી અવાર નવાર અકસ્માતો સર્જાતા હોય છે. સ્કૂલવાન ચાલકો માટે સ્પીડ લિમિટ ખૂબ જરૂરી છે.




