તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

અમદાવાદમાં મહિલા બુટલેગરનાં ઘરે બુલડોઝર ફેરવવામાં આવ્યું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

રાજ્યમાં દારૂબંધી હોવા છતાં છાશવારે દેશી દારૂના ઠેકાણા તેમજ દારૂ પીને આતંક મચાવનારા નબીરાઓ સામે આવતા હોય છે. એવામાં હાલ હવે અમદાવાદ પોલીસ દ્વારા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે હેઠળ બુધવારે અમદાવાદના કાગઠાપીઠ પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિસ્તારમાં એક મહિલા બુટલેગરના ઘરે બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. AMCની દબાણ શાખાની ટીમ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં દેશી દારૂના વેચાણને લઈને અનેક ફરિયાદો સામે આવી હતી. જે હેઠળ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બુધવારે વહેલી સવારે અમદાવાદ પોલીસ અને AMC ની દબાણ શાખાની ટીમ દ્વારા લિસ્ટેડ બુટલેગર લીલાબેન ચુનારાના ગેરકાયદે બાંધકામને તોડી પાડવામાં આવ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ સિવાય આગળ પણ આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ સિવાય અમદાવાદ પોલીસ દ્વારા આવા અસામાજિક તત્વોને રોકવા માટે વોટ્સએપ નંબર પણ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં  ભય ફેલાવનાર, લુખ્ખાગીરી કરનાર કે અન્ય કોઈ પ્રકારના ગેરકાયદે કૃત્ય કરનાર અસામાજિક તત્વો સામે ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જે માટે કોઈપણ જાગૃત નાગરિક આવા ઈસમો વિશે વોટ્સએપ નંબર 63596 25365 પર ક્રાઈમ બ્રાન્ચને જાણ કરી શકો છો.