Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લામાં ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓના રિપેરિંગની ધમધમતી કામગીરી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગના 50થી વધારે રસ્તાઓ મોટરેબલ કરાયા તીથલ વલસાડ ધરમપુર સ્ટેટ હાઈવે રોડની મરામત કામગીરી કરાઇ જિલ્લાના ૪૦ ગામોને જોડતો ગુંદલાવ- ખેરગામ રોડ અને ઔરંગા બ્રીજની મરામત કરાઈ સમગ્ર રાજ્ય સહિત વલસાડ જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા તાલુકા, શહેર અને ગામોને જોડતા નાના-મોટા રોડ/રસ્તાઓ ઉપર પાણી ભરાવાના કારણે રસ્તાઓને થયેલ નુકસાનને લીધે જાહેર નાગરિકોને મુશ્કેલી ભોગવવી ના પડે તે માટે સરકારશ્રી દ્વારા મળેલ સૂચના અનુસાર રિપેરિંગની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવી છે.

વલસાડ જિલ્લામાં ક્ષતિગ્રસ્ત થયેલા તમામ નાના-મોટા રોડ, રસ્તાઓ રિપેરિંગ, રિસરફેસિંગ, મેટલવર્ક કરી મોટરેબલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ઔરંગા નદીમાં પૂર આવવાના કારણે વલસાડ જિલ્લાના ૪૦ ગામોને જોડતો ઔરંગા કૈલાશધામ પુલ પરથી પાણી ફરી વળતા બિસ્માર થયેલ પુલને અને રસ્તાને તેમજ તીથલ વલસાડ ધરમપુર સ્ટેટ હાઈવે રોડ પણ ખરાબ થતાં તેની પણ સમારકામની કામગીરી પૂર્ણ કરવામાં આવી.

જિલ્લાના તમામ સ્ટેટ હાઈવેની મરામત કરી દેવામાં આવતા વાહન વ્યવહારમાં લોકોને સુવિધા ઉભી થઇ. કુલ ૫૭ જેટલા રસ્તાઓને અસર થઈ હતી, જેના પગલે યાતાયાતને પણ અસર થવા પામી હતી. વહીવટી તંત્ર દ્વારા આ રસ્તાઓને સત્વરે મરામત કરી મોટરરેબલ કરવા કામગીરી હાથ ધરાઈ છે. ૫૭ રસ્તાઓ પૈકી હાલ ૫૦ માર્ગો પર વાહનવ્યવહાર પૂર્વવત્ થઈ ગયો છે. આ ઉપરાંત જ્યાં પાણી ભરાયા હતા એ પાણી ઓસરતા ક્રમશઃ રિપેરિંગ તથા પેચવર્કની કામગીરી સત્વરે હાથ ધરાઈ છે. એમ વલસાડના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર જતીનભાઇ પટેલે જણાવ્યું છે.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!