તાજા સમાચાર
વડાપ્રધાનશ્રીની અપીલ બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સરકારી કાર્યક્રમમાં જવા માટે હેલિકોપ્ટર કે વિમાનનો ઉપયોગ નહીં કરે | આચાર્ય દેવવ્રતે રાજ્યના નવા લોકાયુક્ત બિરેન વૈષ્ણવને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા | બંગાળની ખાડીમાં બનેલ સિસ્ટમને કારણે દેશનાં મોટાભાગનાં વિસ્તારોમાં હવામાન સક્રિય બન્યું | વડાપ્રધાનશ્રીએ ઈંધણ બચાવવાની કરી અપીલ : મધ્ય-પૂર્વમાં ચાલી રહેલ તણાવને કારણે ઈંધણનાં પુરવઠા પર અસર પડવાની આશંકા | કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની તબીયત લથડી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ હોસ્પિટલમાં હાજર | મહારાષ્ટ્રનાં બારામતીમાં ટ્રેઇની વિમાન ક્રેશ થયું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
વડાપ્રધાનશ્રીની અપીલ બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સરકારી કાર્યક્રમમાં જવા માટે હેલિકોપ્ટર કે વિમાનનો ઉપયોગ નહીં કરે | આચાર્ય દેવવ્રતે રાજ્યના નવા લોકાયુક્ત બિરેન વૈષ્ણવને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા | બંગાળની ખાડીમાં બનેલ સિસ્ટમને કારણે દેશનાં મોટાભાગનાં વિસ્તારોમાં હવામાન સક્રિય બન્યું | વડાપ્રધાનશ્રીએ ઈંધણ બચાવવાની કરી અપીલ : મધ્ય-પૂર્વમાં ચાલી રહેલ તણાવને કારણે ઈંધણનાં પુરવઠા પર અસર પડવાની આશંકા | કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની તબીયત લથડી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ હોસ્પિટલમાં હાજર | મહારાષ્ટ્રનાં બારામતીમાં ટ્રેઇની વિમાન ક્રેશ થયું |

CCTV અને ટોલ ટેક્સના રેકોર્ડથી પકડાયું જૂઠ: પ્રેમિકાની હત્યા કરી બાળકને તરછોડનાર પિતા દોષિત જાહેર

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વડોદરા શહેરમાં લિવ ઈન પાર્ટનર હીનાની હત્યા કરનારા પરીણિત પ્રેમીને કોર્ટે જનમટીની સજા ફટકારી હતી. પાર્ટનરનું ગળું દબાવીને સચિને હત્યા કર્યા બાદ તેની લાશ બેગમાં ભરી રસોડાના કબાટમાં છુપાવી દીધી હતી અને 10 મહિનાના પુત્ર શિવાંશને ગાંધીનગરની ગૌશાળામાં ત્યજી દીધો હતો. હીનાની હત્યા બાદ તે પરિવાર સાથે યુપી તરફ જવા નીકળી ગયો હતો. પોલીસે તેને અધવચ્ચેથી ઝડપી લીધો હતો.

આરોપી સચિન અને મૃતક હીના ઉર્ફે મહેંદી વચ્ચે પ્રેમ સંબંધ હતો અને તેઓને એક પુત્ર પણ હતો.  ઓક્ટોબર 2021માં  સચિનને ગાંધીનગર જવા બાબતે હીના સાથે ઝઘડો થયો હતો. આવેશમાં આવીને સચિને હીનાનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી અને તેની લાશને ટ્રોલી બેગમાં ભરી રસોડાના વોશ બેસિન નીચેના કબાટમાં સંતાડી દીધી હતી. બનાવ બાદ આરોપી પોતાના માસૂમ પુત્રને લઈને ગાંધીનગર ભાગી ગયો હતો અને બાળકને પેથાપુરની ગૌશાળા પાસે બિનવારસી હાલતમાં છોડી દીધો હતો. ગાંધીનગર પોલીસે જ્યારે બાળકની તપાસ શરૂ કરી હતી. CCTV ફૂટેજમાં આરોપીની સેન્ટ્રો કારના નંબર જોવા મળતા તેના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં સમગ્ર હત્યાકાંડનો પર્દાફાશ થયો હતો. આ બનાવ અંગે બાપોદ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો અને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

આ કેસમાં ફરીયાદ પક્ષે કુલ 61 મૌખિક સાક્ષીઓ તપાસ્યા હતા અને 85 જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા. જેમાં, સોસાયટીના સીસીટીવી ફૂટેજ, એક્સપ્રેસ વેના ટોલ ટેક્સના રેકોર્ડસ, એફએસએલ રિપોર્ટ અને ડૉક્ટરોનો પીએમ રિપોર્ટ અત્યંત મહત્વના સાબિત થયા હતા. સીસીટીવીમાં આરોપી બાળક સાથે ગાડીમાં જતો સ્પષ્ટ દેખાયો હતો.સરકારી વકીલે વધુમાં દલીલ કરી હતી કે આરોપીએ પૂર્વઆયોજિત કાવતરાના ભાગરૂપે હત્યા કરી છે અને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો છે. ન્યાયાધીશે તમામ પુરાવાઓ તપાસ્યા બાદ ચૂકાદામાં નોંધ્યું હતું કે, આરોપી સિવાય ઘરમાં અન્ય કોઈ વ્યક્તિ હાજર નહોતી અને ગળે ટૂંપો આપવાના કારણે જ મોત નિપજ્યું છે તે મેડિકલ પુરાવાથી સાબિત થાય છે. ન્યાયાધીશે આરોપી સચિન નંદકિશોર દીક્ષિતને આજીવન કેદની સજા ફટકારી હતી.આ ઉપરાંત કોર્ટે  પોલીસ કબજે કરેલા સોના-ચાંદીના દાગીના અને કિંમતી મુદ્દામાલ બાળક જ્યારે પુખ્ત વયનો થાય ત્યારે તેને સોંપવામાં આવે તેવો હુકમ કર્યો હતો.