Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનનું ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. CBSEએ સત્તાવાર વેબસાઇટ results.cbse.nic.in પર પરિણામ જાહેર કર્યું છે. આ વર્ષે ધોરણ 12નું 89.39 ટકા પરિણામ નોંધાયું છે. જે ગત વર્ષનાં 87.9 ટકા પરિણામ કરતાં વધુ છે. જ્યારે ધોરણ 10નું 93.66 ટકા પરિણામ નોંધાયું છે. આ વર્ષે CBSE એ 7,842 પરીક્ષા કેન્દ્રો અને 26 આંતરરાષ્ટ્રીય સ્થળોએ બોર્ડ પરીક્ષાઓનું આયોજન કર્યું હતું.

જેમાં 42 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 24.12 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 10ના અને 17.88 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 12ના હતા. ધોરણ 10ની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી 18 માર્ચ, 2025 દરમિયાન લેવામાં આવી હતી. ધોરણ 12ના પેપર 4 એપ્રિલ, 2025ના રોજ પૂર્ણ થયા હતા. બધી શાળાઓએ 14 ફેબ્રુઆરી સુધીમાં પ્રેક્ટિકલ માર્ક્સ સબમિટ કરી દીધા હતા.

CBSE બોર્ડના 12માં ધોરણનાં પરિણામમાં ટકાવારી વિશે વાત કરીએ તો, આ વર્ષે પણ છોકરીઓએ બાજી મારી છે. છોકરીઓની પાસ થવાની ટકાવારી 91.64 ટકા છે, જ્યારે છોકરાઓની ટકાવારી 85.70 ટકા છે અને ટ્રાન્સજેન્ડરની પાસ થવાની ટકાવારી 100 ટકા છે. આ વર્ષનું પરિણામ 2024 કરતાં ઘણું સારું રહ્યું છે. છોકરીઓની પાસ થવાની ટકાવારી છોકરાઓ કરતાં 5.94 ટકા વધુ છે. CBSE ધોરણ 12ની જેમ ધોરણ 10માં પણ છોકરીઓએ બાજી મારી છે. 95 ટકા છોકરીઓ પાસ થઈ છે. જેની સામે 92.63 ટકા છોકરાઓ પાસ થયા છે. ધોરણ 10માં ટ્રાન્જેન્ડરનો પાસિંગ રેશિયો 95 ટકા રહ્યો હતો.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!