ડોલવણનાં ઘાણી ગામનાં ખેડૂતને કોઇ અજાણ્યા ઇસમે મારો છોકરો સુરત હોસ્પિટલમાં એડમીટ છે અને મારા ગુગલ પે માંથી પૈસા ટ્રાન્ફર થતા નથી જેથી મારો ઓળખાણ વાળો એક ભાઇ તમારા ખાતામાં પૈસા નાંખે તો તમને જે મોબાઇલ નંબર મોકલું તેમાં પૈસા મોકલી આપજો તેવી વાત કરી વિશ્વાસમાં લઈ રૂપિયા ૫૪,૦૦૦/- છેતરપીંડી કરનાર સામે સોનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, ડોલવણ તાલુકાનાં ઘાણી ગામનાં રાજપૂત ફળિયામાં રહેતા ખેડૂત દિલીપસિંહ ભીખુસિંહ પરમારએ તારીખ ૩૦/૦૪/૨૦૨૫ નાંરોજ સાંજે એક મોબાઈલ પરથી ફોન કરનાર કોઇ અજાણ્યા ઇસમે મારો છોકરો સુરત હોસ્પિટલમાં એડમીટ છે અને મારા ગુગલ પે માંથી પૈસા ટ્રાન્ફર થતા નથી.
