તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નાગપુરમાં અફવાઓના કારણે રાત્રે ફાટી નીકળેલી હિંસાની ટીકા કરી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નાગપુરમાં અફવાઓના કારણે રાત્રે ફાટી નીકળેલી હિંસાની ટીકા કરી છે. તેમજ આ હિંસા પૂર્વ આયોજિત હોવાનું ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી ફડણવીસે જણાવ્યું કે, પોલીસ પર હુમલો અમે ક્યારેય સહન કરીશું નહીં. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે પ્રદર્શન કર્યું, ત્યારબાદ અફવાઓ ફેલાઈ અને ધાર્મિક સામગ્રીને આગ ચાંપવામાં આવી.

એવુ લાગી રહ્યું છે કે, આ હિંસા પૂર્વ આયોજિત હતી. પરંતુ કોઈએ કાયદો પોતાના હાથમાં લેવાની જરૂર નથી. ફડણવીસે કહ્યું હતું કે, છાવા ફિલ્મના લીધે લોકોમાં રોષ ભભૂકી રહ્યો છે. તેના લીધે લોકોમાં ઔરંગઝેબ વિરૂદ્ધ રોષની લાગણી જોવા મળી છે. તમામને રાજ્યમાં શાંતિ જાળવી રાખવા અપીલ છે. મોડી રાત્રે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના 200થી વધુ લોકો શિવાજી મહારાજની પ્રતિમા સામે દેખાવો કરી રહ્યા હતા.

તેમણે ઔરંગઝેબની કબર દૂર કરવાની માંગ સાથે દેખાવો કર્યા હતાં. જોકે અચાનક આ વિરોધ હિંસામાં પરિણમ્યો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન ટોળાએ કથિત રીતે મુઘલ સમ્રાટનું પૂતળું બાળ્યું હતું, પરંતુ આ ઘટનાથી પવિત્ર ગ્રંથનું અપમાન થયુ હોવાની અફવાઓ ફેલાઈ હતી. જેના લીધે હિંસા ફાટી નીકળતાં અનેક પોલીસકર્મીઓ ઘવાયા હતા. અનેક વાહનો ભડકે બાળ્યા હતાં. આ અફવા સોશિયલ મીડિયા પર 80થી 100 લોકોના ગ્રૂપે ફેલાવી હતી. હિંસામાં ડીસીપી પર કુહાડીથી હુમલો કરવામાં આવ્યો હતો.