વ્યારા કલેક્ટર કચેરી ખાતે આત્મા પ્રોજેક્ટ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ સમીક્ષા બેઠક કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. રાજ્ય સરકાર દ્વારા કેમિકલ યુક્ત ખેતીને દૂર કરવા તેમજ સ્વાભાવિક ખેતીને ઉત્તેજન આપવા માટે પ્રાકૃતિક પદ્ધતિથી વધુને વધુ ખેડૂતો ખેતી કરે તેવા આશયથી પ્રાકૃતિક કૃષિને ઉત્તેજન આપવામાં આવી રહ્યું છે. સમીક્ષા બેઠકમાં તાપી જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે થઈ રહેલ કામગીરીની વિગતો કલેકટરશ્રી દ્વારા મેળવવામાં આવી હતી. આપણા તાપી જિલ્લામાં ગાય આધારિત ખેતી કરતા ૧૦૧૯ ખેડૂતો છે, તેમજ ખરીફ પાકોનું વાવેતર કરનારા ખેડૂતોમાં આ વર્ષે ૭૧૭૦ ખેડૂતોનો વધારો થયો છે. 
જ્યારે સમગ્ર જિલ્લામાં કુલ ૧૧૮૧૬ એકર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી કરવામાં આવી રહી છે. ૫ ગ્રામ પંચાયતના બનેલા ક્લસ્ટરમ તમામ ૭ તાલુકાઓમાં ૬૦ ક્લસ્ટર કાર્યરત છે જેમાં ખરીફ સિઝનની ૧૨૦૮ તાલીમોથી ૩૦૦૩૭૩ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ ચાલુ વર્ષમાં આપવામાં આવી છે જે લક્ષ્યાંકના ૧૦૦% છે. જ્યારે રવિ સીઝનની તાલીમ હજુ સુધી ૩૩% એટલેકે ૪૦૪ આપવામાં આવી છે. આ માટે તમામ ક્લસ્ટર માં એક એવા ૬o ટેક્નિકલ માસ્ટર ટ્રેનરોની નિમણૂંક કરવામાં આવી છે.
એફ પીઓ, ગૌશાળા, પાંજરાપોળ તેમજ ગૌશાળા ને સહાય પેટે જિલ્લામાં ૨ લાખ ૪૦ હજારની સહાય ચૂકવવામાં આવી છે. ખેડૂત ગ્રુપ, સખી મંડળોને કુલ ૬ લાખ જ્યારે દેશી ગાઉના નિભાવ.ખર્ચ યોજના અંતર્ગત ૭૪ લાખ જેટલા નાણાં ચુકવવામાં આવ્યા છે. પ્રાકૃતિક ખેતી અપનાવેલા ૪૬૨૧ ખેડૂતોની આઈ ખેડૂત પોર્ટલ પર એન્ટ્રી કરવામાં આવી છે. કલેકટરશ્રીએ બેઠકમાં જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતીને વિયાણ બનાવવા માટે ગામે ગામ કેમ્પ યોજવા તેમજ જે લોકો પ્રાકૃતિક ખેતી કરે છે તેમને સર્ટિફિકેટ આપવા સૂચન કર્યું હતું.




