મનિષા એસ. સુર્યવંશી/તાપી : વાલોડનાં બાજીપુરા ગામનાં નવીવસાહતમાં નજીવી બાબતે એકદમ ઉશ્કેરાઈ જઈ લોખંડની છીણીથી આધેડને મારમારી ઈજા પહોંચાડી હતી. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, વાલોડનાં બાજીપુરા ગામનાં નવીવસાહતમાં રહેતા કાસમ મહમદ ડુંગરીવાલા (ઉ.વ. 71) જેઓ પોલ્ટ્રી ફાર્મ ચાલવી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવે છે. 
તારીખ 26/03/2025 નારોજ તેમના ઘરના દરવાજાને પીળી માટી લગાવતા હતા. તે સમયે ગુમાનભાઈ સોમાભાઈ ચૌધરી (રહે.બાજીપુરા ગામ, નવી વસાહત ફળિયું, વાલોડ)નો પ્લમ્બીંગનું કામ કરવાના સાધનોની થેલી લઈ નીકળ્યા હતા.
તે દરમિયાન કાસમભાઈએ ગુમાનભાઈને પૂછ્યું કે, કોઈક જગ્યાએ કામ કરવા જાવો છો કે કેમ?? તેમ પૂછતા ગુમાનભાઈને એકાએક ઉશ્કેરાઈ ગયા હતા અને બોલવા લાગ્યો કે, તમે મને કામ આપતા નથી અને મને જાણી જોઈને કામ બાબતે પૂછો છો તેમ કહી કાસમભાઇને નાલાયક ગાળો આપી આજે તો તને પતાવી દેવા તેમ કહીને કાસમને મારી નાંખવાના ઈરાદાથી તેની થેલીમાં મુકેલ લોખંડની છીણી કાઢી કાસમભાઈને માથામાં ઉપરાઉપરી ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. બનાવ અંગે કાસમભાઈ મહમદ ડુંગરીવાલાએ વાલોડ પોલીસ મથકે ગુમાનભાઈ સોમાભાઈ ચૌધરી વિરુધ ગુન્હો નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.




