Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

વાલોડનાં રાનવેરી ગામનાં યુવક સાથે ઓનલાઈન છેતરપીંડી થયાની ફરિયાદ નોંધાઈ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વાલોડનાં રાનવેરી ગામનો યુવક સસ્તા ડ્રેસ મળશે તેવી લોભામણી લાલચમાં આવી જઈ રૂપિયા ૮૩ હજારથી વધુ રૂપિયા ગુમાવી દેવાની ફરિયાદ વાલોડ પોલીસ મથકે નોંધાતા પોલીસે ગુન્હો નોંધી આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, વાલોડનાં રાનવેરી ગામનાં પોસ્ટ ફળિયામાં રહેતા ૨૫ વર્ષીય યુવક ઈશાંક બીપીનભાઈ ચૌધરી જેઓ કડોદરાનાં જોડવા ખાતે આવેલ ગાર્ડન સિલ્ક પ્રા.લી. કંપનીમાં ફાયર એન્ડ સેફટી વિભગમાં ફાયરમેન તરીકે નોકરી કરે છે.

ગત તારીખ ૦૨/૦૫/૨૦૨૫ નાંરોજ ઈશાંક ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ્સ જોતા હતો. તે સમયે મોબાઇલ નંબર 9171081121 તથા મોબાઈલ નંબર 9355239730 ઉપરથી વાત કરનાર અજાણ્યા ઇસમે ઇન્સ્ટાગ્રામ ઉપર વિનાયક ફેશનના નામથી સસ્તા ડ્રેસ મળશે તેવી લોભામણી લાલચ આપતા વોટ્સએપ નંબર 9171081121 ઉપર ઈશાંકએ મેસેજથી લેડીસ ડ્રેસનો ઓર્ડર કર્યો હતો.

જેથી અજાણ્યા ઈસમે તારીખ ૦૨/૦૫/૨૦૨૫ના રોજથી તારીખ ૦૮/૦૫/૨૦૨૫ નાંરોજ દરમિયાન ઈશાંક પાસેથી ઓર્ડર કન્ફોર્મ કરવાના તથા હોમ ડિલીવરી ચાર્જના પૈસા ટ્રાન્ફર કરાવી લઈ ટ્રાન્ફર કરેલ નાણાં રીફંડ કરવાના બહાને બીજા પૈસા ટ્રાન્ફર કરવા પડશે તેવુ કહી ઈશાંક પાસેથી કૂલ કૂલ ૨૮ ટ્રાન્જેક્શ મળી કૂલ રૂપિયા 83,399/- અલગ અલગ UPI IDમાં ઈશાંક પાસેથી ટ્રાન્સફર કરાવી લીધાને છેતરપીંડી કરી હતી. બનાવ અંગે ઈશાંક ચૌધરીનાં સાથે ગુનાહિત વિશ્વાસઘાત અને છેતરપિંડી  થયાની ફરિયાદ તારીખ ૧૦/૦૫/૨૦૨૫ નાંરોજ વાલોડ પોલીસ મથકે કરી હતી.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!