વાપીનાં રેંટલાવ ગામે ૩ લાખના મૂલ્યના ડીજે સિસ્ટમની ચોરી થયાની ઘટના બની હતી. આ ઘટનામાં મહિલા સહિત બે સામે પારડી પોલીસને ફરિયાદ અપાઈ હતી. મળતી માહિતી મુજબ, રેંટલાવ ગામે મોગરા ફળિયામાં રહેતા ભાવનાબેન દીવ્યેશભાઈ પટેલએ પારડી પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તેના પતિ દિવ્યેશના નામે મુંબઈથી ડી.જે. સાઉન્ડ સીસ્ટમ લીધી હતી.
હાલ ડી.જે. સાઉન્ડ ઘરના કમ્પાઉન્ડના પાર્કીંગમાં મુકી હતી. ગત તારીખ તા.૦૪/૧૨/૨૦૨૪ નારોજ ભાવનાબેન તેમના છોકરાઓ સાથે ઓરવાડ ગામે લગ્ન પ્રસંગે ગયા હતા. જ્યારે દિવ્યેશભાઈ સેલવાસ ખાતે કામ માટે ગયા હોવાથી ઘરે કોઈ હાજર ન હતું. જે બાદ રાતે દિવ્યેશભાઈ ઘરે પહોંચતાં કંપાઉન્ડમાં પાર્કીંગમાંથી ડી.જે. સાઉન્ડ સીસ્ટમ ગાયબ હતુ. જે કોઈ ચોરી કરી ગયાનું જણાયું હતુ. જેમાં બેઝ & અને મીડ ૬ (નાના સ્પીકર) મળી ૧૨ સ્પીકર ચોરી થયા હતા. આ સાઉન્ડ સિસ્ટમની તપાસ કરાતા અમોને જાણવા મળ્યું કે, પુજાબેન કલ્પેશભાઈ પટેલ તથા કલ્પેશભાઈ જગુભાઈ પટેલ (બંને રહે.ઓરવાડા, માણેકનગર, લાભ બિલ્ડિંગ, તા.પારડી)એ રાતે અમારા ઘરના કંપાઉન્ડમાં પ્રવેશ કરી ડી.જે. સાઉન્ડ સિસ્ટમની ચોરી કરી હતી.
