વ્યારાનાં માયપુર ગામની સીમમાંથી પસાર થતા નેશન હાઈવે નંબર ૫૩ ઉપરથી સુરતથી વ્યારા જતાં ટ્રેક ઉપર નાયારા પેટ્રોલ પંપનાં સર્વિસ રોડ ઉપર ઉભેલ ત્રણ NTC કંપનીનાં કન્ટેનરમાંથી ૧૪૦૦ લીટર ડીઝલ જેની કિંમત રૂપિયા ૧,૨૨,૦૦૦/-ની ચોરી કોઈ અજાણ્યા ઈસમ કરી ગયાની ફરિયાદ વ્યારા પોલીસ મથકે નોંધવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, રાજસ્થાનનાં ઝુઝુન જિલ્લાનાં સુરજગઢ તાલુકાનાં રાઠીયો કી ધણી ગામના રહેવાસી રામકિશન અમરસિંહ રાઠી (ઉ.વ.૩૮)નાઓના કબ્જાના NTC કંપનીનુ કંન્ટેનર નંબર NL-AE-9630 માંથી ડીઝલ આશરે ૫૦૦ લિટર જેની કિંમત રૂપિયા ૪૫,૦૦૦/- અને અનિલકુમાર રોતાસ બલોદા નાઓના NTC કંપનીનુ કંન્ટેનર નંબર NL-01-AF-0031 ડીઝલ આશરે ૪૦૦ લિટર ડીઝલ જેની કિંમત રૂપિયા ૩૨,૦૦૦૦/- તથા રાવતારામ શોભારામ લુકા નાઓના કબ્જાનાં NTC કંપનીનુ કંન્ટેનર નંબર 01-AF-0027માંથી ડીઝલ આશરે ૫૦૦ લિટર જેની કિંમત રૂપિયા ૪૫,૦૦૦/- મળી કૂલ ડીઝલ ૧૪૦૦ લિટર ડીઝલ જેની કિંમત રૂપિયા ૧,૨૨,૦૦૦/-ની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી ભાગી છુટ્યો હતો. બનાવ અંગે ડીઝલ ચોરી કરનાર અજાણ્યા ઈસમ વિરુદ્ધ વ્યારા પોલીસ મથકે તારીખ ૧૭/૦૬/૨૦૨૫ નાંરોજ ફરિયાદ નોંધાવી હતી.
