વલસાડ નજીકના એક વિસ્તારમાં રહેતા એક પરપ્રાંતીય પરિવારની ૧૭ વર્ષીય સગીરાનું કોઈક અજાણ્યા ઈસમે અપહરણ કર્યું હોવાની ફરિયાદ, વલસાડ સિટી પોલીસ મથકમાં નોંધાઈ છે.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વલસાડ નજીકના એક વિસ્તારમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના શ્રમજીવી પરિવારની ૧૭ વર્ષીય સગીરાએ અભ્યાસ છોડી દીધા બાદ પરિજનો સાથે રહે છે. બે દિવસ પહેલાં તે પરિજનોની જાણ બહાર ક્યાંક ચાલી નીકળી હતી. પરિજનોએ પુત્રીની શોધખોળ કરી હતી. પરંતુ સગડ નહિ મળતા પરિવારના મોભીએ તેમની ૧૭ વર્ષીય પુત્રીનું કોઈક અજાણ્યા ઈસમે અપહરણ કર્યું હોવાની આશંકા સાથે સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
