રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 400ને પાર થઇ ગયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 64ના વધારા સાથે હાલ 461 એક્ટિવ કેસ છે. રાહતની વાત એ છે કે, આ 461માંથી માત્ર 20 દર્દીઓને હોસ્પિટલમાં સારવાર લેવી પડી રહી છે. આ સિવાય 441 દર્દીઓ ઘરે જ સારવાર હેઠળ છે. એક સપ્તાહ અગાઉ અમદાવાદમાં 100 જેટલા એક્ટિવ કેસ હતા. આમ, સપ્તાહમાં ચાર ગણોથી વધુનો વધારો થયો છે. ગુજરાતમાં મંગળવારે સવારે 8 વાગ્યાની સ્થિતિએ 59 નવા કેસ નોંધાયા હતા. આ ઉપરાંત 36 દર્દીઓ સાજા થયા છે. આમ, 1 જાન્યુઆરી 2025થી અત્યાર સુધી કોરોનાના કુલ 156 દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે.
હાલ ગુજરાતમાં 461 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા છે.
