મનિષા એસ. સુર્યવંશી/તાપી : વાલોડનાં બાજીપુરા ગામનાં બાયપાસ હાઈવે રોડ ઉપર આવેલ મહાદેવ હોટલ નજીક વ્યારાથી સુરત તરફ જતાં રોડ ઉપરથી એક કારમાંથી વગર પાસ પરમિટે વિદેશી દારૂનાં મુદ્દામાલ મળી આવ્યો હતો, જયારે અજાણ્યા ચાર ચાલક સામે ગુનો નોંધવામાં આવતાં પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો તારીખ 26/5/2024ના રોજ વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં બેસી પ્રોહી. તથા જુગાર અંગેની રેઈડમાં નીકળેલ હતા.
તે દરમિયાન વ્યારાના કપુરા ગામ વિસ્તારમાં આવતા ખાનગી રાહે બાતમી મળી હતી કે, વ્યારાનાં સરૈયા ગામ તરફથી એક સફેદ કલરની કારમાં ઇંગલિશ દારૂ ભરી વ્યારા તરફ આવે છે જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યા પર પહોંચતા બાતમીવાળી કાર ત્યાંથી પસાર થઈ જતા પોલીસે પીછો કરી બાજીપુરા મહાદેવ હોટલ પાસે હાઇવે રોડ વાહનોની આડાશ કરતા ત્યાંથી બાતમીવાળી કાર નંબર GJ/05/RP/4977ને સાઈડમાં બંધ હાલતમાં મુકેલી મળી આવી હતી ત્યારબાદ પોલીસે કારમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની નાની-મોટી 1548 નંગ બોટલો મળી આવી હતી. આમ, પોલીસે વિદેશી દારૂનો મુદ્દામાલ અને કાર મળી કુલ રૂપિયા 6,78,800/-નો મુદ્દામાલ કબ્જે કરી અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
