જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર મંદિરમાં શ્રદ્ધાળુઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે. આ મારપીટની ઘટના ભગવાન મહાકાલની શયન આરતી દરમિયાન પ્રવેશને લઈને થઈ હતી. બીજી તરફ જ્યોતિર્લિંગ મહાકાલ મંદિરમાં ભક્તોએ છેલ્લા બે દિવસમાં 10 જમ્બો કુલર દાનમાં આપ્યા છે. આ કુલર ટનલ, વિશ્રામધામ વગેરે સ્થળોએ લગાવવામાં આવશે. જેના કારણે પ્રચંડ ગરમીમાં દર્શનાર્થીઓને રાહત મળશે. પીઆરઓ ગૌરી જોશીએ જણાવ્યું કે, 28 મે’ના રોજ નવી દિલ્હીના શ્રદ્ધાળુ સંદીપ કપૂરે મંદિર સમિતિને 6 જમ્બો ટેન્ટ કુલર ભેટમાં આપ્યા છે. એવી જ રીતે બુધવારે ઉજ્જૈનના રહેવાસી પવન વિશ્વકર્મા, રાજેશ શ્રીવાસ્તવ, યોગેશ અગ્રવાલ અને હરીશ દેવનાનીએ 4 જમ્બો કુલર ભેટ આપ્યા છે. મંદિર સમિતિ વતી મદદનીશ વહીવટદાર મૂળચંદ જુનવાલે કુલર મેળવી દાનદાતાઓનું સન્માન કર્યું હતું.
