મનિષા એસ. સુર્યવંશી/તાપી : નિઝરનાં કોઠલી ગામમાં તાપી નદીનાં કિનારે ખાણીપીણીની દુકાનમાંથી વગર પાસ પરમિટે ઈંગ્લીશ દારૂનાં જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો. મળતી માહિતી મુજબ, નિઝર પોલીસ સ્ટાફના માણસો રવિવારના રોજ નિઝર ટાઉન બીટ વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા.
તે દરમિયાન ફરતા ફરતા કોઠલી ગામમાં તાપી નદીનાં કિનારે ખાણીપીણીની દુકાન ચલાવતો અને પ્રોહી. ગુન્હાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ વિકી રણજીત ગજરે (રહે.કોઠલી ગામ, નિઝર)નાને ત્યાં રેઈડ કરી પોલીસે દુકાનમાં તથા દુકાનની આજુબાજુમાં તપાસ કરતા દુકાનના પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં એક પ્લાસ્ટિકના મીણીયા કોથળીમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવી હતી. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે ઝડપાયેલ ઈસમ વિરુદ્ધ ગુનોનોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.




