મનિષા એસ.સુર્યવંશી/તાપી : ઉચ્છલનાં ભીંતબુદ્રક ગામે કોટવાળ ફળિયામાં મનેશ કુશાભાઈ ગામીત નાઓના રહેણાક ઘરની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમતા સાત જુગારીઓ ઝડપાતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો રવિવારના રોજ બપોરનાં સમયે ઉચ્છલ પોલીસ સ્ટેશનના ટાઉન બીટ વિસ્તારમાં ખાનગી વાહનમાં બેસી પ્રોહી. તથા જુગાર અંગેની રેઈડમાં નીકળ્યા હતા.
તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, ભીંતબુદ્રક ગામે કોટવાળ ફળિયામાં મનેશ કુશાભાઈ ગામીત નાઓના રહેણાક ઘરની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં જાહેરમાં કેટલાક ઈસમો ગંજી પાનાનો પૈસાવતી હારજીતનો જુગાર રમે છે જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યા પર પહોંચતા ત્યાં કેટલાક ઈસમો ગોળ કુંડાળું બનાવી ગંજીપાનાનો પૈસાવતી હારજીતનો જુગાર રમતા સાત જુગારીઓને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ પોલીસે સ્થળ ઉપરથી જુગાર રમવાના સાધનો અને રોકડ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે ઝડપાયેલ તમામ જુગારીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ રેઈડમાં જુગાર રમતા ઝડપાયેલ સાત જુગારીઓ…
૧.ગોવિંદ દરજીભાઈ ગામીત (રહે.ભીંતબુદ્રક ગામ, કોટવાળ ફળિયું, ઉચ્છલ),
૨.જીજ્ઞેશ વિશ્વાસભાઈ ગામીત (રહે.ભીંતબુદ્રક ગામ, પટેલ ફળિયું, ઉચ્છલ),
૩.કમલેશ સોનજીભાઈ ગામીત (રહે.ભીંતબુદ્રક ગામ, કોટવાળ ફળિયું, ઉચ્છલ),
૪.હિતેશ ગુરજીભાઈ ગામીત (રહે.ભીંતબુદ્રક ગામ, કોટવાળ ફળિયું, ઉચ્છલ),
૫.સતિષ ફત્તેસિંગભાઈ ગામીત (રહે.ભીંતબુદ્રક ગામ, કોટવાળ ફળિયું, ઉચ્છલ),
૬.દિલીપ ભિમસિંગભાઈ ગામીત (રહે.ભીંતબુદ્રક ગામ, કોટવાળ ફળિયું, ઉચ્છલ) અને
૭.સુનીલ સેવ્યાભાઈ ગામીત (રહે.ભીંતબુદ્રક ગામ, કોટવાળ ફળિયું, ઉચ્છલ).




