મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં કાંજણ ગામનાં સ્ટેશન ફળિયામાં રહેતા વિપુલભાઈ ખાનસિંગભાઈ ચૌધરી નાએ તારીખ 08/06/2024નાં ગુજરાત પોલીસની ઈ-એફ.અએ.આર પર ફરિયાદ કરી હતી કે, તારીખ 08/06/2024નાં રોજ સવારથી જલાસાંઈ જનરલ સ્ટોર્સ દુકાન ખાતે હાજર હતો અને આશરે બપોરના દોઢેક વાગ્યાના સમયે દુકાને આવતા ગ્રાહકોને વસ્તુઓ આપતો હતો. તે સમયે તેમનો XIAOMI 11 5G 6/128 મોડલનો ફોન જેની કિંમત રૂપિયા 27,૦૦૦/- દુકાન પાસે મુકેલ હતો અને તે દરમિયાન દુકાને ગ્રાહકોને વસ્તુઓ આપતો હતો અને મોબાઇલ ફોન પણ મુકેલ હતો.
જોકે થોડી વાર બાદ મોબાઇલ ફોનની તપાસ કરતા મોબાઈલ ફોન મળ્યો ન હતો જેથી મોબાઇલ બાબતે ત્યાં બાજુમાં રહેલ દુકાનવાળા મિત્રોને પુછપરછ કરેલ હતી પરંતુ મોબાઇલ મળ્યો ન હતો જેથી તેમના મિત્ર દિપકભાઇ ગામીતના ફોન ઉપરથી વિપુલભાઈના ફોન નંબર ઉપર ફોન કરતા પહેલા તો ફોનની રીંગ વાગી હતી પરંતુ કોઇએ ફોન રીસીવ કરેલ નહી અને ફરીથી ફોન કરતા મોબાઇલ ફોન બંધ આવતો હતો જેથી મોબાઇલ ફોન ચોરી થઈ ગયા હોવાનું સમજતા અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો.




