રાજકોટ જિલ્લાનાં ખીરસરા ગામે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળના બે સ્વામી ધરમસ્વરૂપદાસ સ્વામી અને નારાયણસ્વરૂપદાસ સ્વામી અને સેવક મયુર કાસોદરિયા સામે યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. રાજકોટ LCBએ મહારાષ્ટ્ર માંથી આરોપી મયુર કાસોદરિયાની ઘરપકડ કરી છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વડતાલ ગાદી હેઠળ સંચાલિત ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળના ધરમસ્વરૂપદાસ સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી.
જેમાં નારાયણસ્વરૂપદાસ સ્વામી તથા હોસ્ટેલના સંચાલક મયુર કાસોદરિયાએ મદદગારી કર્યાનો આરોપ મૂકાયો છે. ફરિયાદ નોંધાયા બાદ ત્રણેય આરોપીઓ હાલ ફરાર થયા હતા, જેમાં આજે મહારાષ્ટ્રથી મયુર કાસોદરીયાની ધરપકડ કરવામાં આવી છે. જોકે બંને સાધુ હજુ ફરાર છે. ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળના ધરમસ્વરૂપદાસ સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા તે ફરાર થઈ ગયા છે. બનાવના પગલે ગુરુકુળ માં રજા જાહેર કરી દેવાઈ છે. તો બીજી તરફ વાલીઓ ગુરુકુળ માંથી એડમીશન રદ કરાવવા દોડધામ કરતા થયા છે. ગુરુકુળની હોસ્ટેલ પણ ખાલી થવા લાગી છે.




