રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના પછી સક્રિય થયેલા સરકારી તંત્ર દ્વારા ચીફ ફાયર ઓફિસરના સંકલનમાં ટીમની રચના કરવામાં આવી હતી. તે દરમિયાન પોલીસની ટીમ દ્વારા જૂના પાદરા રોડ રિલાયન્સ મોલમાં ચોથા માળે ચાલતા ગેમ ઝોનમાં તપાસ કરતા પોલીસ કમિશનર કચેરીનું લાયસન્સ લીધું નહીં હોવાનું જાણવા મળ્યું હતું પરંતુ તે ગેમ ઝોન બંધ થઇ ગયું હતું. હાલમાં એવી એન્ટરપ્રાઇઝ (જેલી બિન્સ) નામનું ગેમ ઝોન હતું. જેથી તેના સંચાલક અદિતી જતનભાઇ ઠાકુર (રહે.શ્રીમ ગેલેક્સી, વાસણા ભાયલી, રોડ) સામે જે.પી.રોડ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




