સોશિયલ મીડિયા મારફતે નર્સ સાથે ફ્રેન્ડશીપ થયા બાદ શારીરિક સંબંધો રાખી લગ્નનો ઇનકાર કરનાર ડોક્ટર સામે બળાત્કારની ફરિયાદ નોંધાતા ગોત્રી પોલીસે તેની ધરપકડ કરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આજવા રોડ પર રહેતા અને સ્ટર્લીંગ હોસ્પિટલમાં ફરજ બજાવતા આયુર્વેદિક ડોક્ટર ભાવેશ વસાવા સામે નોંધાવેલી ફરિયાદમાં પીડીતા નર્સે કહ્યું છે કે, સપ્ટેમ્બર 2023માં ઈન્સ્ટાગ્રામ પર સંપર્ક થયા બાદ ડો.ભાવેશ સાથે મિત્રતા થઈ હતી. જોકે ભાવેશે લગ્ન કરવાની ખાતરી આપી હતી અને તે દરમિયાન મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ રાખ્યો હતો. પરંતુ થોડા સમય બાદ તેણે લગ્નનો ઇનકાર કરી દીધો હતો. ઘટના અંગે ગોત્રી પોલીસે ડોક્ટર સામે બળાત્કારનો ગુનો નોંધી ધરપકડ કરી હતી.



