વડોદરાના મકરપુરા વિસ્તારમાં અવધૂત નગરની બાજુમાં ઝવેર નગર ખાતે ગત 9મી તારીખે સવારે સાડા સાત થી 10:30 દરમિયાન ત્રાટકીલા ચોરો મકાનમાંથી સોનાની બે ચેન, બુટ્ટીઓ, પેન્ડલ, ચાંદીની પાયલ તથા રોકડા 10,000 મળી કુલ 49,500 ની ચોરી કરી ગયા હતા. જે અંગે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. દરમિયાન ડીસીબી પોલીસે મળેલી માહિતીના આધારે આરોપીઓ જીગ્નેશ રાજેશભાઈ સોલંકી તથા નરેશ અંબાલાલ સોલંકી તથા વિકાસ રમણભાઈ સોલંકી ત્રણેય રહેવાસી ઝવેર નગરને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓ પાસેથી સોના-ચાંદીના દાગીના ત્રણ મોબાઇલ મળી 69 હજાર રૂપિયાનું મુદ્દામાલ કબ્જે કર્યો હતો.




